
છેલ્લા થોડા દિવસોથી સેલિબ્રિટીઓને ‘જાનથી મારી નાખવા’ ની ધમકી મળવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. સિંગર સિંધુ મૂઝવાલાના મૃત્યુ બાદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. હવે ‘બાહુબલી 2’ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના ભાઈ ગુણરંજન શેટ્ટીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અનુષ્કા શેટ્ટીના ભાઈ ગુણરંજનને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બિઝનેસમાંથી રાજનીતિમાં આવેલા ગુંણરંજને કર્ણાટક સરકાર પાસે પોતાના રક્ષણની માંગ કરી છે, તેની સાથે જ આ મામલે કર્ણાટક રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રને પત્ર પણ મોકલવામાં આવ્યો છે.
એવામાં કહેવામાં આવી રહ્યું છે કે, ગુણરંજનને ધમકીનો સમગ્ર મામલો માનવીથ રાયથી જોડાયેલો છે. કથિત રીતે ગુણરંજન અને માનવીથ, સ્વર્ગસ્થ ડોન મુથપ્પા રાયની સાથે કામ કરતા હતા. તેમ છતાં, વર્ષ 2020 માં મુથપ્પાના મૃત્યુ પછી તેમના સંબંધો બગડ્યા હતા. તેથી બંનેના માર્ગો અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ ગુણરંજન રાજકારણમાં જોડાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુણરંજનનું માનવું છે કે, તેમને મળી રહેલી ધમકીઓનો સંબંધ માનવીથ રહેલો છે. તેમ છતાં માનવીથ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. માનવીથે તો ત્યાં સુધી કહ્યું છે કે, તેને ગુણરંજન સાથે કોઈ લેવાદેવા નથી.