અજબ ગજબ

ઝારખંડમાં મળી આવી આઠ ફૂટ લાંબી માછલી, તાકાત એટલી કે આખા માણસના તોડી દે હાડકાં

ઝારખંડમાં મળી આવી આઠ ફૂટ લાંબી માછલી, તાકાત એટલી કે આખા માણસના તોડી દે હાડકાં

તમે સામાન્ય રીતે માછલીઓ તો જોઈ હશે, ઘણી માછલીઓ નાની હોય છે અને ઘણીં માછલીઓ મોટી પણ હોય છે. પરંતુ શું તમે ક્યારેય 8 ફૂટ લાંબી માછલી કયારેય જોઈ છે? ઝારખંડના ખુંટી જિલ્લાના કંડેર ગામમાં યુવકોએ એક વિચિત્ર માછલીને પકડી હોવાનું સામે આવ્યુંય છે. આ માછલીની લંબાઈ લગભગ આઠ ફૂટ અને વજન બાર કિલો હોવાનું જણવવામાં આવી રહ્યું છે. મુંડારી ભાષામાં બીહડા માછલી કહેવામાં આવે છે.

ચીન અને જાપાનમાં જોવા મળે છે આ માછલી:

અહીં માછલી પકડનાર યુવક જોસેફ કંડીરે જણાવ્યું કે તેમના ગામના જંગલના કિનારે ગુગરી નદી છે. જેમાં આખું વર્ષ પાણી ભરાયેલું રહે છે અને નદીનો એક ભાગ ઘણો ઊંડો છે. જંગલને કારણે આ નદીનું પાણી ગરમીને કારણે પણ સુકતું નથી. તેનું પાણી ખૂબ જ ઠંડું છે. જોસેફ અનુસાર, આ પ્રજાતિની માછલીઓ ચીન અને જાપાનમાંથી મળી આવે છે, પરંતુ તે ઝારખંડના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે.

ખૂબ જ શક્તિશાળી હોય છે આ માછલીઓ:

ગામના વડીલ તોબિયસ કંડેર કહે છે કે વર્ષો પહેલા આ નદીમાં આના કરતા પણ મોટી મોટી બિહડા માછલીઓ પકડાઈ ચુકી છે. નદીમાં માછલીના ડરથી કોઈ ન્હાવા ઉતરતું નથી. તે જણાવે છે કે પાણીની અંદર આ માછલીઓ ખૂબ જ શક્તિશાળી હોય છે. કોઈપણ માણસના આખા શરીરને તોડી નાખવાની ક્ષમતા આ બિહડા માછલીઓમાં હોય છે. તેને જણાવ્યું કે આ માછલીમાં ઘણી માત્રામાં ઓમેગા 3 મળે છે.

આ રીતે આવી પકડમાં:

ગુગરી નદીમાં હાલના દિવસોમાં ગામના લોકો માછલીઓને ફસાવનાર બંશીમાં નાની માછલીઓને બાંઘીને નદીના કિનારે લાકડી બાંધીને તેના સહારે પલાસ્ટીક દોરાને બાંધી દે છે. સવારે તેમાં મોટી માછલીઓ ફસાઈ રહે છે. જોસેફે પણ એમ જ કર્યું હતું. સવારે 6.30 વાગે જયારે તે ગયા અને બંશી કાઢવા લાગ્યા, ત્યારે તેને ભારેપણાનો અહેસાસ થયો. પછી તેણે અવાજ લગાવીને તેને સાથી હનુખ ટોયાંને બોલાવ્યો.

બંનેએ મળીને જયારે ખેંચવાનું શરૂ કર્યું, તો અંદરથી મોટી માછલી બહાર આવી. માછલીનું આખું શરીર લપસી જાય તેવું હતું. તે બહાર આવ્યા પછી પણ સાંભળી શકાતી ન હતી. ત્યારબાદ બંનેએ તેને લાકડી વડે માર મારીને મળી દીધી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago