મનોરંજન

અમિતાભ બચ્ચને 23 કરોડમાં વેચ્યો દિલ્હીના ગુલમોહર પાર્ક વાળો બંગલો, પિતા હરિવંશ રાય બચ્ચને ખરીદી હતી પ્રોપર્ટી

અમિતાભ બચ્ચને 23 કરોડમાં વેચ્યો દિલ્હીના ગુલમોહર પાર્ક વાળો બંગલો, પિતા હરિવંશ રાય બચ્ચને ખરીદી હતી પ્રોપર્ટી

અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે. અમિતાભ બચ્ચન હાલમાં ઘણા ચર્ચામાં બની રહ્યા છે જે તેના બંગલાને કારણે ચર્ચામાં આવી રહ્યા છે. આ સિવાય તેઓ વિવિધ પ્રકારના રોકાણ માટે પણ જાણીતા થયા છે. મુંબઈમાં જ અમિતાભ બચ્ચનના પાંચ બંગલાઓ છે. હવે સમાચાર છે કે તેણે દિલ્હીના ગુલમોહર પાર્કમાં આવેલ બંગલો ‘સોપાન’ 23 કરોડમાં વેચી દીધો છે. Nezone ગ્રુપના સીઈઓ અવની બદેરે અમિતાભ બચ્ચનનું દિલ્હી વાળું ઘર ‘સોપાન’ ખરીદ્યું છે.

રિપોર્ટનું માનવામાં આવે તો અમિતાભ બચ્ચનની દિલ્હીના ગુલમોહર પાર્કમાં આવેલ આ પ્રોપર્ટી 418 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે. ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ બદેરે પોતાના નામે આ મિલકત નોંધાવી હતી. આ જૂના ઘર સાથે અમિતાભ બચ્ચનની ઘણી યાદો જોડાયેલી હતી. આ પ્રોપર્ટી અમિતાભ બચ્ચનના પિતાએ ખરીદી હતી. તેઓ ઘણા વર્ષો સુધી તેજી બચ્ચન સાથે અહીં રહ્યા હતા. જોકે મુંબઈમાં રહેતા હોવાથી દિલ્હીમાં ઘર સંભાળવું ઘણું મુશ્કેલ બની રહ્યું હતું. જેના કારણે તેને આ ઘર વેચવાનો નિર્ણય લીધો છે.

ગુલમહોર પાર્કનો બંગલો ‘સોપાન’ ઘણો ચર્ચિત રહ્યો છે. પોતે બિગ બીએ પણ ઘણી વખત તેમના બ્લોગમાં ‘સોપાન’ નો ઉલ્લેખ કર્યો છે, જે તેમની માતા તેજી બચ્ચનના નામે નોંધાયેલ છે. તેજી બચ્ચન ગુલમોહર પાર્ક હાઉસિંગ સોસાયટીના સભ્ય હતા. મુંબઈ જતા પહેલા અમિતાભ અહીં પોતાના માતા-પિતા સાથે રહેતા હતા.

મુંબઈમાં અમિતાભ બચ્ચન પાસે પહેલાથી જ પાંચ બંગલાઓ છે. અમિતાભ પોતાના આખા પરિવાર સાથે જલસામાં રહે છે. ફેન્સ દર રવિવારે અહીંયા તેને મળવા આવે છે. તે લગભગ 10 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. અમિતાભ બચ્ચનનો જલસા બંગલો મુંબઈના જુહુમાં આવેલો છે. બીજો બંગલો ‘પ્રતિક્ષા’ છે, જ્યાં તેઓ ‘જલસા’ માં શિફ્ટ થયા પહેલા રહેતા હતા. તેમનો ત્રીજો બંગલો ‘જનક’ છે, જ્યાં તેમની ઓફિસ છે. જ્યારે ચોથો બંગલો વત્સ છે. જે તેને બેંકને ભાડે આપેલ છે.

2013માં પણ તેણે લગભગ 60 કરોડ રૂપિયાનો બંગલો ‘જલસા’ ની બરોબર પાછળ જ ખરીદ્યો હતો. અમિતાભ બચ્ચને અંધેરી વિસ્તારમાં ભાડા પર ડુપ્લેક્સ ફ્લેટ ભાડે આપેલ છે. અમિતાભ બચ્ચને 31 કરોડમાં ડુપ્લેક્સ લક્ઝરી ફ્લેટ ખરીદ્યો હતો.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago