સમાચાર

નાની વાતમા ઝઘડો થતાં પત્ની ને ચાકુના ઘા ઝીકી કરી નાખી હત્યા, ત્રણ દીકરીઓ થઈ ગઈ માં-વિહોણી

ઘરકંકાસ ના કિસ્સાઓ રોજબરોજ નવા ને નવા આવી રહ્યા છે. થોડીક સમજણ ના અભાવે નાની અમથી વાત ન સમજી શકવાને લીધે લોકો ગંભીર ગુનાઓ કરી બેસે છે અને પરિણામે પોતાના જ પરિવાર નું એક સદસ્ય ખોવાનો વારો આવે છે. આવીજ એક ઘટના અમદાવાદ ના નિકોલ વિસ્તાર માં બની છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં પતિએ તેનીજ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે કોઈ માથા કૂટ થઈ હશે. જે માથાકુટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેમા પતિ ઉશ્કેરાઈ ગયો અને તેણે પત્નીની કરપીણ હત્યા કરી નાખી.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે પતિ પત્ની સાથેજ રહતા હતા. અને તેમને ત્રણ સંતાન હતી જે ત્રણેય બાળકીઑ હતી. પતિ છૂટક મજૂરી કામ કરકો હોવાનું સામે આવ્યું છે.

બનાવના દિવસે બપોરના સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે અવાર નવાર નાના નાના ઝઘડાઓ થતા હતા. પરંતુ તે દિવસે બનંને વચ્ચે ઝઘડો થયો ત્યારે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈહતી. આ વધુપડતી બોલાચાલીમાં પતી પોતાનું ભાન ગુમાવી બેઠો અને આવેશમાં આવી જઇ છરીને લઈને તેણે તેના પત્નીના શરીર પર ઘા કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

અમદાવાદ જેવા શહેરમાં હત્યા જેવા બનાવો હવે વધી રહ્યા છે. આ પહેલા પણ હાટકેશ્વર વિસ્તારમાં આવેલ એક હોટલમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. બાદામાં પતિએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યું કે મૃતક મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હતો. જેથી તેણે તેની પત્નીની હત્યા કરી હતી.

તેણે પણ તેની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી હતી. બાદમાં તેણે પોતે પણ તેના ગળાના ભાગે છરી ફેરવી દીધી. જોકે તે જીવતો રહ્યો અને પોલીસે જ્યારે સારવાર દરમિયાન તેની પુછપરછ કરી ત્યારે તેણે સમગ્ર હકીકત પોલીસને કહી હતી.

ઉલ્લેખનિય છે કે હાલ નિકોલ વિસ્તારમાં જે બનાવ સામે આવ્યો છે. તેમા મૃતક પત્નીના માતાએ એવી ફરિયાદ નોંધાવતા એવો ઉલ્લેખ કર્યો છે. કે અગાઉ પણ પતિના ત્રાસને કારણે તેમની દિકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાથેજ મૃતકની માતાએ એવું પણ કહ્યું છે કે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જેનો કરૂણ અંત આવ્યો છે.

જોકે હત્યારો પતિ હાલ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયો છે. પરંતુ મૃતક પત્નીની માતાએ તેની સામે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પણ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હત્યારા પતિની શોધખોળ આરંભી છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago