અમદાવાદ

અમદાવાદમાં સુપરવાઈઝરની યુવતી ઉપર દાનત બગાડતા એવું પગલું ભર્યું કે થઇ ગયા બધા દંગ…

અમદાવાદના રામોલથી એક છેડતીની ઘટના સામે આવી છે. અમદાવાદના રામોલમાં એક કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરનારી 21 વર્ષીય યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડવાનો કિસ્સો સામે આવ્યો છે. સુપરવાઇઝર દ્વારા યુવતી સાથે શારિરીક અડપલા કરવાની સાથે તેને બાથમાં પકડી લેવામાં આવી હતી.

પરંતુ યુવતી દ્વારા વિરોધ કરતા સુપરવાઈઝરે તેની ધમકી આપી જાતિવિષયક અપશબ્દો પણ બોલ્યા હતા. જેના કારણે યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં સુપરવાઈઝરના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જ્યારે પોલીસ દ્વારા શારીરીક છેડતી સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

રામોલમાં 21 વર્ષીય પરિણીતા અને પતિ પરીવાર સાથે રહીને મજુરી કામ કરી જીવન જીવે છે. થોડા દિવસ અગાઉ 21 વર્ષીય યુવતી તેની મિત્ર સાથે કંસ્ટ્રક્શન સાઈટ પર મજુરી કામ માટે ચાલી ગઈ હતી અને બપોરના સમયે તે એકલી જ કામ કરી રહી હતી. તે સમયે આ સાઈટના સુપરવાઈઝરની યુવતી પર દાનત બગડતા તે તેની નજીક આવી ગયો હતો. ત્યારબાદ યુવતીને બાથમાં પકડીને તેને ધક્કો મારીને જમીન પર પાડી દીધી હતી. ત્યાર બાદ યુવતીના કપડાં ઉતારવાનો પ્રયત્ન કરીને શારીરીક અડપલા શરુ કરી દીધા હતા. તેમ છતાં યુવતીએ તેનો વિરોધ કર્યો હતો. તેમ છતા સુપરવાઈઝર દ્વારા યુવતીને છોડવામાં આવી નહોતી.

ત્યાર બાદ અચાનક યુવતીએ બુમો પાડવાનું શરુ કરી દીધું હતું. ત્યારબાદ ભયભીત થયેલા સુપરવાઈઝરે યુવતીને છોડીને ધાકધમકી આપવાનું શરુ કરી દીધું હતું. જેના કારણે ભયભીત થયેલી યુવતી તેના ઘરે જઈને તેના પતિને આ ઘટનાની જાણ કરી દીધી હતી. યુવતી અને તેના પતિ બંન્ને સુપરવાઈઝર પાસે આવ્યા હતા ત્યારે સુપરવાઈઝર જાતિવિષય અપશબ્દો બોલીને ધાકધમકી આપવા લાગ્યો હતો.

જેના કારણે યુવતી અને તેનો પતિ રામોલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ત્યાં યુવતીએ સુપરવાઈઝરના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી. રામોલ પોલીસ દ્વારા છેડતી સહિતની કલમો હેઠળની પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button