દરેક માતા-પિતા હંમેશાં પોતાના દીકરાઓ દીકરી ના ભવિષ્ય ને ધ્યાન મા રાખી ને બધા નિર્ણયો લેતા હોય છે. માતાપિતા કેટલી મુશ્કેલીઓ નો સામનો કરીને બાળકને ઉછેરીને મોટું કરે છે, અને જ્યારે માતા પિતા સાંભળવાની વાત આવે ત્યારે સંતાનો અણધાર્યા નિર્ણય લઇ લે છે, અને આવા નીર્ણયો નું ખરાબ પરિણામ ભોગવવું પડે છે.
પોતાની સાથે સ્કૂલમાં ભણતા છોકરા સાથે પ્રેમ થતાં માતા પિતાઓ ના નિર્ણય ની વિરૂધ્ધ પ્રેમલગ્ન કરી લીધા. છોકરો યુવતી સાથે સ્કૂલમાં ભણતો હતો, તેઓની ત્યારે બાદ ફરી ફેસબુક પર મુલાકાત થઇ અને થોડીક વાતચીત દરમ્યાન પ્રેમ થઈ ગયો હતો.
માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા પરિવાર ની આ દીકરી દિક્ષિતા(નામ બદલ્યું છે) બધાને ખૂબ લાડકી હતી. પરિવારે દીકરીને ભણાવી ગણાવીને ખૂબ પ્રેમ થી મોટી કરી. દિક્ષિતા પગભર થયા બાદ તેની સાથે સ્કૂલમાં ભણતો છોકરો નિમેષ (નામ બદલ્યું છે) ને ફેસબુક માં મળી. આ બંને વચ્ચે ફેસબુક મા વાતચીત દરમિયાન પ્રેમ થયો અને પરિવારની સંમતિ ન હોવા છતાં બંને એ લવ મેરેજ કરી લીધા.
દિક્ષિતાનો પરિવાર આ પ્રેમ લગ્નની વિરુદ્ધમાં હતો, પરંતુ દિક્ષિતા નો નિર્ણય અફર હતો તેને નિમેશ સાથે અંધળો પ્રેમ થઈ ગયો હતો. લવ મેરેજ કરી લીધા બાદ બંને જણા અલગ અલગ રહેતા હતા. ત્યારબાદ તેમણે એક સાથે રહેવાનું નક્કી કર્યું. નિમેશ તેની પત્ની રૂપે દિક્ષિતાને પોતાના ઘરે લઈ ગયો, પરંતુ ત્યાં દિક્ષિતા ના સાસરાપક્ષે એવી શરત કરી કે જો તારે અહિં રહેવું હોય તો પિયર વાળા સાથે સંબંધ કાપી નાખવો પડશે.
દિક્ષિતાએ વાત માની ગઈ અને સાસરિયા સાથે રહેવા માંડી. થોડા સામે બાદ દિક્ષિતા ગર્ભવતી થઈ. દિક્ષિતા ગર્ભવતી થતાં સાસરિયા વાળા તેને હેરાન કરવા લાગ્યા. દિક્ષિતાના બાળકને મિલકત માં ભાગ ન આપવો પડે તે માટે સાસરીયા વાળા હેરાન કરતા હતા. આ દિક્ષિતાની નણંદે એક દિવસ તેને ગર્ભપાત કરાવી લેવા માટે દબાણ કર્યું અને ગર્ભપાત કરવાની એક ગોળી પણ આપી.
પરંતુ દિક્ષિતા એ ગોળી લેવાનો ઇનકાર કરતા સાસરિયા વાળા તેને વધુ હેરાન કરવા લાગ્યા. દિક્ષિતાને સાત મહિનાનો ગર્ભ હતો. તેની તબિયત ખરાબ થતાં તે તેણે પોતાના પિયરમાં માતા-પિતાને જાણ કરી. માતા-પિતા દિક્ષિતા ને દવાખાને લઈ ગયા ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મ બાદ સાસરીયા વાળા કોઈ હજુ સુધી અહીં આવ્યા નથી. અંતે સાસરીયા વાળા ના આ ત્રાસથી કંટાળીને પાલડી પોલીસ સ્ટેશનમાં આ પરિવારે ફરિયાદ નોંધાવી છે. તને પોલીસે આ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…