પૂણે: મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર એક જોરદાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માત માં પતિ, પત્નિ અને ચાર વર્ષ નાં દિકરા નું મોત થઈ ગયું છે. આ તમામ લોકો કાર માં સવાર હતાં. આ ઘટના નો કાળજુ કંપાવી દેતો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો માં જોઈ શકાય છે કે, એક કન્ટેનર બેકાબૂ બની જઈ અને પહેલા કાર સાથે ટકરાય છે અને બાદ માં આગળ જઈ રહેલા એક ટ્રક સાથે ધડાકાભેર ટકરાય છે. આ દુર્ઘટના નાં કારણે એક્સપ્રેસ વે પર લગભગ બે કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો.
આ દુર્ઘટના ખોપોલી એક્ઝિટ અને ફૂડ મોલ ની વચ્ચેની છે. જો કે, દુર્ઘટના ગુરૂવાર ની છે પણ આ અકસ્માત નો વીડિયો હવે સામે આવ્યો છે. પોલીસ નાં જણાવ્યા મુજબ, સૂચના મળતાં જ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી. બાદ માં કાર માં લાગેલી આગ ને બુઝાવી.
લગભગ બે કલાક ની ભારે જહેમત બાદ કારની બોડીને કટર થી કાપવામાં આવી. એ પછી કાર માંથી જૈકવીન ચૌટિયાર, પત્ની લુઈસા ચૌટિયાર અને દિકરા ડેરિયલ ચૌટિયાર નાં મૃતદેહ બહાર કાઢવા માં આવ્યાં. આ ત્રણેય પૂણે થી મુંબઈ નાં નાયગાંવ જઈ રહ્યાં હતા.
આ દુર્ઘટના માં કન્ટેનર ચાલક ને પણ ગંભીર રીતે ઈજા પહોંચી છે. જો કે, ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે ખંડાલા ની એક પ્રાઈવેટ હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ માં સામે આવ્યું કે, આ દુર્ઘટના કન્ટેનર ની બ્રેક ફેઈલ થઈ જતાં સર્જાઈ હતી. આ દુર્ઘટના એક ટ્રક માં લગાવવા માં આવેલા સાઈડ કેમેરા માં કેદ થઈ હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…