આવતા અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો રજૂ કરવામાં આવશે

ગુજરાત સરકાર ચાલુ બજેટ સત્રમાં લવ જેહાદ (ગુજરાત ધર્મ ફ્રીડમ રિફોર્મ બિલ 2021) વિરુધ્ધ માં લાવવા માટે નો કાયદો રજૂ કરશે. આ કાયદા અનુસાર જો યુવક કોઈ યુવતી સાથે છેતરપિંડીથી કે જાળ માં ફસાવી ને લગ્ન કરી એનું ધર્મ પરિવર્તન કરાવશે તો પાંચ વર્ષની સજા અને બે લાખ રૂપિયા દંડની સજા થશે.
નાની ઉમરની છોકરીના કેસમાં સજા સાત વર્ષની અને ત્રણ લાખ રૂપિયા દંડ થશે. ગુજરાતમાં વર્ષ 2003 માં ફ્રીડમ ઓફ રિલીજન કાયદો બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રથમવાર 2006માં સુધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર ચાલુ બજેટ સત્રમાં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા સુધારણા બિલ 2021 લાવવા જઈ રહી છે. આ મુજબ કોઈ પણ ધર્મની છોકરીને કોઈ પણ રીતે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરાવશે તો બદલ તેને પાંચ વર્ષની સજા અને બે લાખ રૂપિયા દંડની સજા થઈ શકે છે.
જો છોકરી નાની ઉંમરની છે, તો સજા સાત વર્ષની રહેશે અને ત્રણ લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની યુવતીના ધર્મપરિવર્તનના કિસ્સામાં પણ સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવશે. બજેટ સત્ર 1 એપ્રિલ સુધી છે. હોળી બાદ ગુજરાત સરકારનો આ સુધારેલો કાયદો લવ જેહાદ સામે રજૂ કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે બજેટ સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે આ બજેટ સત્રમાં ગુજરાત સરકાર લવ જેહાદ સામે કડક કાયદો લાવશે. જૂના કાયદાને કડક બનાવી સમાજમાં આવા નફરતનાં ગુનાઓને કાબૂમાં લેવામાં આવશે.
ગઈ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પણ લવ જેહાદનો મુદ્દો જોશથી ઉઠાવવામાં આવ્યો હતો. 2022 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે. રાજ્યમાં ભાજપ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોના સંકટ હોવા છતાં આ વખતે વિધાનસભા સત્ર પૂર્ણ થશે.