આટલી વાતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઉપવાસ ખોલતી વખતે , દરેક વ્યક્તિ એ જરૂર વાંચવા જેવો લેખ
વ્રત ઉપવાસ કરવાની દરેક લોકોની પોત પોતાની અલગ અલગ રીત હોય છે. કોઈ પણ નિરાહાર નિર્જળ વ્રત કરે છે, તો કોઈ એક સમય ભોજન કરીને વ્રત કરે છે. વ્રત કોઈ પણ હોય, પરંતુ તેને સમાપ્ત કરતી વખતે ભોજન કરવામાં આવે છે ત્યારે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ પરેશાની ન થાય.
વ્રત ખોલતી વખતે એક સાથે જાજુ ભોજન કરવાથી બચવું જોઈએ, કલાકો સુધી ખાલી પેટ રહ્યા પછી એકદમ જ પેટ ભરીને ભોજન ન કરવું જોઈએ. તેનાથી પેટનો દુખાવો થઇ શકે છે અને પાચન માં પણ તકલીફ થઇ શકે છે.
લાંબા સમય સુધી ખાલી પેટ રહ્યા હોઈએ ત્યારે સૌ પ્રથમ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. જેનાથી પેટમાં ઠંડક પહોચે. અને પછી પાછળથી થતી પાચનને લગતી સમસ્યાથી બચી શકાય. તમે ઈચ્છો તો લીંબુ પાણી, લસ્સી, નારિયેળ પાણી, અથવા મોસંબી નું જ્યુસ પણ પી શકાય છે. તેનાથી આપણને ઉર્જા મહેસુસ થાય છે. અને એ આપણા પાચન તંત્ર ની કાર્ય પ્રણાલીને પણ મજબુત કરવામાં મદદ કરે છે.
વ્રત કર્યા પછી પ્રોટીનથી ભરપુર આહાર લેવાનો પ્રયાસ કરવો જોઈએ. શરીરમાં ઉર્જાની પૂર્તિ કરવામાં મદદ થાય છે. તેનાથી થોડા સમય રહીને પનીર વાળું ભોજન અથવા અંકુરિત આહાર લઇ શકાય છે. ઉપવાસ કાર્ય પછી તેલ મસાલા વાળા ભોજન થી દુર રહેવું જોઈએ. મીઠાઈ અને તળેલી વસ્તુઓ ઉપવાસ ખોલતા સમયે ન ખાવી જોઈએ. જેનાથી આપણા પાચન તંત્ર પર વધારે પ્રભાવ ન પડે, અને સ્વાસ્થ્ય પણ સારું રહે.
જો તમે ઈચ્છો તો મિક્સ કરેલા લોટની રોટલી બનાવી ખાઈ શકો છો. શાકભાજી માં દુધી, ટામેટા, ભીંડો, ડાળ તેમજ દહીં જેવા પાચક અને હેલ્દી વસ્તુઓ લઇ શકાય છે. આખા દિવસના ઉપવાસ બાદ તમારું પાચન તંત્ર આ વસ્તુઓને આસાનીથી પચાવી શકે છે.
તમે ઈચ્છો તો દહીં ની સાથે ફળોનું સેવન પણ કરી શકાય છે. તે ઉપરાંત ફ્રુટ ચાટ પણ એક ખુબજ સારો વિકલ્પ છે. જે આપણા પેટ માટે ખુબજ સારું છે, તેનાથી પેટ ભરાઈ જાય છે અને શરીરને પુરતી ઉર્જા પણ મળી રહે છે. મિક્સ કરેલા લોટ માંથી ઉપમા બનાવવા એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ સારો આહાર માનવામાં આવે છે. આ પોષ્ટિક પણ છે અને પાચક પણ છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે વ્રત પછી જે પણ ખોરાક લઈએ તે એકદમ ઓછી માત્રામાં લેવો જોઈએ.
ઉપવાસ ના દરમિયાન ચક્કર આવવાનું સૌથી મોટું કારણ શરીર માં નબળાઈ આવવું છે. કારણકે ઉપવાસ ના દરમિયાન લોકો દ્વારા કોઈ પણ વસ્તુ નું સેવન નથી કરવામાં આવતું જેના કારણે તેમને નબળાઈ આવી જાય છે. ત્યાં ઘણા લોકો નું બ્લડ પ્રેશર અને શુગર લેવલ ઓછુ હોવાના કારણે તેમને ઉપવાસ ના દરમિયાન ચક્કર આવે છે.
જો તમે ઉપવાસ રાખેલ છે, તો તમે ભરપુર પાણી પુરા દિવસે પીવો. કારણકે પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહેશે અને તમારા શરીર માં ઉર્જા પણ બની રહેશે. જેના ચાલતા તમને ચક્કર તે નબળાઈ નહિ આવે. ઉપવાસ રાખવાથી એક દિવસ પહેલા તમે આમળા નું સેવન કરી લો કારણકે આમળા ની અંદર વિટામીન સી ભરપુર માત્રા માં મળે છે અને તેને ખાવાથી શરીર ને થકાવટ નથી થતી. ત્યાં જો તમે પોતાના ઉપવાસ ના દરમિયાન ફળ ખાઈ શકો છો તો તમે આમળા નું સેવન કરી લો. તમે ઈચ્છો તો આમળા નો જ્યુસ પણ પી શકો છો.
ઘણા બધા લોકો ઉપવાસ માં એક સમયે ફળ નું સેવન કર્યા કરે છે અને જો તમે પણ પોતાના ઉપવાસ ના દરમિયાન એક સમય ફળ અથવા જ્યુસ નું સેવન કરો છો તો તમે દૂધ અને દહીં નું પણ સેવન કરી લો. દૂધ અને દહીં નું સેવન વ્રત ના દરમિયાન કરવામાં આવી શકે છે અને આ વસ્તુઓ ને ખાવાથી શરીર નું બ્લડ પ્રેશર બરાબર બની રહે છે અને તમને ચક્કર નથી આવતા.
ઘણા લોકો ઉપવાસ ના દરમિયાન એક ટાઈમ કોફી અને ચા નું સેવન પણ કર્યા કરે છે. કોફી અને ચા ને પીવાથી શરીર ને તાકાત મળે છે અને વ્રત ને રાખવાથી જે નબળાઈ શરીર ને આવે છે તે પણ દુર થઇ જાય છે. તેથી તમે પોતાના ઉપવાસ ના સમયે કોફી અને ચા નું સેવન કરીને ચક્કર આવવાની સમસ્યા ને દુર કરી શકો છો.
જે લોકો બીમાર છે અથવા પછી કોઈ મહિલા ગર્ભાવસ્થા માં ઉપવાસ કરે છે તો તેમેણ પોતાનું ખાસ ધ્યાન કરવું જોઈએ અને તેમને વ્રત રાખવાના દરમિયાન સમય સમય પર ફળો નું સેવન કરવું જોઈએ. ત્યાં આ દરમિયાન ફક્ત તે જ ફળો ને ખાવા જોઈએ જે તમારા શરીર ને ઉર્જા આપે, જેમ કે સંતરા, સફરજન, કેરી અને વગેરે. શુગર થી ગ્રસ્ત લોકો ઉપવાસ માં વધારે ફળો નું સેવન ના કરો અને તેમની જગ્યાએ વગર ખાંડ વાળું દૂધ પીવો.
જો તમે ઉપવાસ કરવાના હોવ તો તેના 2-3 દિવસ પહેલા થી જ ફળ અને શાકભાજી વધારે લેવાની શરૂઆત કરવી જોઈએ. જો તમે આખો જ મહિનો ઉપવાસ કરવા ના હોવ તો તેની વિશેષ તૈયારી કરી લેવી જોઈએ. જો તમે શ્રાવણ નો ઉપવાસ વધારે ટાઇમ સુધી કરવાના હોય તો લીંબુ પાણી, મધ અને ફક્ત 2-3 ગ્લાસ પાણી પીવા થી ભૂખ મટાડી શકાય છે.
નિર્જળ ઉપવાસ ક્યારે પણ ન કરવો. શરીર માં પાણી ન જવા થી અપશીસ્ત પદાર્થ શરીર થી બહાર નથી નીકળી શકતા. જેનાથી શરીર માં અનેક બીમારીઓ થઈ જાય છે. ઉપવાસ રાખતી વખતે એ વાત નું ધ્યાન પણ રાખવું જોઈએ કે પેટ વધારે સમય સુધી ભૂખ્યું ન રહે. જો ઉપવાસ ના સમય માં તમે ભોજન ગ્રહણ ન કરો તો સવારે દૂધ તો પણ અવશ્ય પીવું જોઈએ. બપોર ના સમય માં ફળ કે જ્યુસ લઈ શકાય છે. સાંજ ના સમય માં ચા પી શકાય છે. રાત્રિ ના સમય માં સલાડ નું સેવન કરવું. જો તમે એક ટાણું કરતાં હોવ તો ભોજન વધુ ન ખાવું.
ઉપવાસ કાલ માં ઉપવાસ કર્તા નું મળ સુકાઈ જાય છે. ઉપવાસ કરવાના પહેલા ત્રિફળ ચૂર્ણ, આમળા, નાશપતિ વગેરે નું સેવન કરવું જેથી પેટ સાફ થઈ જાય. આવા માં યુરીન માં બળતરા, પસીનો, પેટ માં બળતરા થાય છે. એક સાથે પાણી ન પીતા કલાક કલાક એ પાણી પીવું જોઈએ. ઉપવાસ ની સાથે સવાર સાંજ પ્રાણાયામ કરવું. ઉપવાસ કાલ માં મૌન વ્રત રાખવું પણ સારું છે.