રાજ્યમાં હાલ કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે જેથી સરકાર દ્વારા પણ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે સંક્રમણને શક્ય બને તેટલું રોકવામાં આવે તેવામાં સરકાર દ્વારા બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે જેથી આ મામલે પહેલાથી લોકોને માહિતગાર કરી દેવામાં આવ્યા છે.
હાલ કોરોનાને કારણે મોટા ભાગની ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને કામ કરવા બોલાવામાં આ રહ્યા છે. તેવામાં બેન્કોમાં પણ સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે જો આ સમયગાળામાં પણ ગ્રાહકોની આરટીજીએસ, ક્લિયરિંગ તેમજ રેમિટેન્સિસ જેવાં કામોને અગ્રતા આપવામાં આવશે જોકે સરકારે બેંક્નો એટીએમમાં પૂરતા પ્રમાણમાં રૂપિયા રાખવા માટે ચૂચના આપવામાં આવી છે.
હાલ કોરોનાને કારણે રાજ્યમાં દિવસને દિવસે સ્થિતી વણસી રહી છે માત્ર સરકારજ નહી પરંતુ લોકો પણ સંક્રમણમી ચેઈન તોડવા માગે છે પરંતુ વધતા જતા સંક્રમણને કારણે લોકો હવે કંટાળી ગયા છે જેના કારણે લોકો હવે સ્વૈચ્છિક લોકડાઉન પાળી રહ્યા છે.
રાજ્યના મોટા ભાગના શહેરોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો પાલન કરવામાં આવી રહ્યું છે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે કારણ વગર કોઈ પણ વ્યક્તિ હવે ઘરની બહાર નથી નીકળી રહ્યું જેથી પરિસ્થિતીને જોઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમા સરકારે બપોરના 2 વાગ્યા સુધી બેંકો ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે.
આ મામલે સરકાર દ્વારા પણ લોકોને માહિતગાર કરી દેવામાં આવ્યા છે જેથી ગ્રાહકોને તરલીફ ન થાય બેંકોનો સમય ઓછો કરવા પાછળનું કારણ એ છે કે અહીયા હવે સંક્રમણને રોકી શકાશે કારણકે બેંકોમાં રોજ ગ્રાહકો આવતાજ રહેતા હોય છે જેના કારણે સંક્રમણનો ભય રહેતો હોય છે તેમા પણ ખાસ કરીને બેંક કર્મચારીઓ સંક્રમણનો ભય વધારે રહેતો હોય છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે રાજ્યની ખૂબજ પરિસ્થિતી છે છેલ્લા 24 કલાકમા રાજ્યમાં કુલ 12 હજાર જેટલા કેસ નોંધાયા છે જ્યા ભારતમાં કુલ 3 લાખ જેટલા કેસ નોંધાયા છે સાથેજ 2 હજાર કરતા પણ વધારે લોકોના મોત થયા છે જેના કારણે હાલ લોકોમાં ભયનો માહોલ છે માટે સૌ કોઈ હવે કોરોનાની ચેઈન તોડવાના પ્રયાસ કરી રહ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…