રાજકારણ

‘આપ’ CYSS બળજબરીપૂર્વક ના ભ્રષ્ટ ભાજપના સદસ્યતા અભિયાન નો સખત વિરોધ કરે છે : ‘આપ’ CYSS

આમ આદમી પાર્ટી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની ઘણી બધી કોલેજોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ કોલેજો ના ચાલુ ક્લાસરૂમ કે જેની અંદર લેકચર ચાલતો હોય ત્યાં જઈને, તે રોકાવી અને વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટી ના સદસ્ય બનાવા માટે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છે. સૂત્રો તેમજ મીડિયાના માધ્યમથી એવું પણ જાણવા મળ્યું છે કે, ઘણી કોલેજોમાં સભ્ય બનવા માટે વિદ્યાર્થીઓ સાથે બળજબરી પણ કરવામાં આવે છે, જે ખરેખર ખુબ જ નિંદનીય બાબત છે. શાળા – કોલેજ એ વિદ્યાનું ધામ છે, ત્યા આવી રાજકીય પ્રવૃત્તિ શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. વાલી ઓ શાળા – કોલેજમાં પોતાના બાળકોને ભણવા મોકલે છે, નહીં કે કોઈ પક્ષના સભ્ય બનવા!

ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપનું મોડલ ફેલ થઇ ગયું છે. ભાજપના લોકો ને હવે કોઈ ગામમાં ઘૂસવા નથી દેતા. પરંતુ ક્યાંય ભ્રષ્ટ ભાજપને સહયોગ ના મળતા આખરે એમને નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ કરીને કોલેજો માં જઈને સદસ્યતા અભિયાન ચાલુ કર્યું. જેમાં કોલેજ તરફ થી પરવાનગી લીધા વગર જ ભાજપ ના નેતાઓ ચાલુ લેક્ચર માં વિદ્યાર્થીઓ પાસે પહોંચી જાય છે.

જે વાલીઓ ખુબ જ આશા થી પોતાના બાળકોને ભણવા માટે, કઈંક બનવા માટે સ્કૂલ-કોલેજો માં મોકલે છે, ત્યાં ભ્રષ્ટ ભાજપ ના નેતાઓ પહોંચી સદસ્યતા અભિયાન ચલાવી બળજબરીપૂર્વક પ્રિન્સીપાલ પાસે નોટિસ લખાવે છે. પ્રિન્સીપાલ ને કહેવામાં આવે છે કે તમે બાળકો ને હુકમ કરો કે તે સદસ્યતા અભિયાન માં જોડાય. આમ ભ્રષ્ટ ભાજપ ના નેતા ઓ સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મજબૂરીમાં કાર્યકર્તા બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આજ સુધી ભાજપ એ જનતા માટે કઈ કર્યું નથી, પણ કમ સે કમ ભાજપ શિક્ષણ ને તો રાજનીતિ થી દૂર રાખે. સારી સરકારી શાળાઓ અને કોલેજો તો ભાજપે આપી નથી, ખાનગીકારણ કરીને વાલીઓને ફીસ ના નામે લૂંટવામાં આવે છે. છતાંય વિદ્યાર્થીઓને ભાજપ ના નેતાઓ ભાજપ ના સભ્યો બનાવવા માંગે છે, તે અત્યંત શરમજનક વાત છે.

જો કોઈ વિદ્યાર્થી સ્વેચ્છાથી કોઈ પણ પાર્ટી માં જોડાવા માંગે તો તે તેની વ્યક્તિગત ઈચ્છા અને નિર્ણય કહેવાય. એમાં કોઈ પણ પાર્ટી ઉપર કોઈ આક્ષેપ ના લગાવી શકે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને સદસ્યતા અભિયાન નો વિરોધ કર્યો છે, તો એમને ભાજપ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી, ભાજપ ની આ બળજબરીપૂર્વક ની તાનાશાહી નો સખત વિરોધ કરે છે. આમ આદમી પાર્ટી એ ક્યારેય અન્યાય થવા નથી દીધો અને આગળ પણ નહિ થવા દે.

આમ આદમી પાર્ટી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) ની મીડિયા ના માધ્યમ થી માંગ છે કે, ગુજરાતમાં આપની કોલેજની અંદર આવા કોઈ પણ પ્રકારના સદસ્યતા અભિયાન ન કરવા દેવામાં આવે અને જો ભાજપ કે અન્ય કોઈ પક્ષને આવું કરવા દેવામાં આવશે, તો અમે પણ એક ઈમાનદાર આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે “વિદ્યાર્થીઓ ના ફ્રી લેક્ચરમાં સદસ્યતા કરવા કોલેજની પરમિશન માંગીશું.” પરંતુ અમે શિક્ષણના ધામની અંદર રાજકારણ ઇચ્છતા નથી, સદસ્યતા કોલેજની બહાર પણ થય શકે છે. તેથી જો કોઈ પક્ષ દ્વારા કોઈ કોલેજની અંદર આ પ્રકારનું સદસ્યતા અભિયાન કરવામાં આવશે, તો વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી; વિદ્યાર્થીઓ ના હિત માટે અમે કોલેજ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડીશું. આમ આદમી પાર્ટી હંમેશા લોકતંત્ર ને બચાવવા દરેક પ્રયત્નો કરશે અને ભાજપની તાનાશાહી વિરુદ્ધ ઉભી રહેશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago