આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પણ હવે ધીમે ધીમે મનોરંજનને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. હા, ગુજરાતમાં સંગીત અને ફિલ્મોને વધુ મહત્વ આપવામાં આવે છે. જ્યારે પણ કોઈ જગ્યાએ સંગીતનું આયોજન કરવામાં આવે છે તો લોકો દૂર દૂરથી જોવા આવે છે. સંગીતની દુનિયામાં કિંજલ દવે, કાજલ મહેરીયા જેવા દિગ્ગજ કલાકારો સક્રિય છે, જેઓ દર્શકોને મનોરંજન કરાવવાની એક તક છોડતા નથી. આવામાં આજે અમે તમને કાજલ મહેરીયા વિશે વિગતે જણાવવા જઈ રહ્યા છીએ.
જોકે કાજલ બહેન આજે જ્યાં પહોંચ્યા છે, ત્યાં પહોંચવા માટે તેની પાછળ ઘણો સંધર્ષ છૂપાયેલ છે. તેઓ શરૂઆતથી આવા ફેમસ નહોતા પંરતુ તેઓ એ પોતાની મહેનત દ્વારા આ અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામના છે. તેમનો જન્મ વર્ષ 1992માં થયો હતો.
એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કાજલ મહેરિયાનો પોગ્રામ હોય તો હજારો લોકો તેને જોવા માટે ઉમટી પડતાં હોય છે. જોકે તેની પાછળનું કારણ કાજલની મહેનત અને તેની પોતાની આવડત છે. એક સામાન્ય કુટુંબમાં જન્મેલા કાજલ મહેરીયા પોતાની મહેનત દ્વારા આ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. આજે તેઓ લાખો લોકોના દિલ પર રાજ કરે છે.
તમે બધા જાણતા હશો કે કાજલ મહેરિયા યુ ટ્યુબ પર પણ સક્રિય રહે છે, તેઓના ગીતો કરોડો વ્યુ મેળવી ચૂક્યા છે. તેઓની મહેનત આજે ફરી છે અને લોકો તેમને પસંદ પણ કરી રહ્યા છે. તેઓ ગરબાની સાથે સાથે લગ્ન ગીતો, હિન્દી ગીતો, મ્યુઝિક આલ્બમ, બેવફા ગીતો આવા માટે પ્રખ્યાત છે.
એવું માનવામાં આવે છે કે કાજલ મહેરિયાને બાળપણ થી જ સંગીત પ્રત્યે રસ હતો. જેના લીધે તેઓ નાનપણથી જ ગીતો ગાતા આવે છે. તેમની ગીતો પ્રત્યેની આવડતને લીધે જ તેઓ સફળ થવામાં સક્ષમ બની શક્યા છે. તેઓના આજે દરેક ગીતો હિટ થાય છે.
કાજલ મહેરીયા સૌથી પહેલા જીગ્નેશ કવિરાજના તાલે આલ્બમ અને સોંગમાં જે વર્ષ 2004 માં આવ્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો અને આ સોંગને લીધે આજે તેઓ ફેમસ બની ગયા છે. આ પછી વર્ષ 2015માં તેઓ મોઢેરા ખાતે ગયા હતા, જ્યાં તેમનું નામ ખૂબ ચર્ચામાં આવી ગયું હતું. જેના પછી તેઓ ધીમે ધીમે સફળતાની સીડી ચઢતા ગયા અને આજે લોકોના દિલમાં રાજ કરવામાં સફળ પણ થયા.
આ બાદ તેમની યુટ્યુબ ચેનલમાં પણ લોકોનો સારો પ્રતિસાદ મળવા લાવ્યો અને આજે તેમના દરેક વીડિયો પણ લાખો વ્યુ મળી રહે છે. હા, આજે તેઓ યુટયુબ પર પણ વીડિયો મુકતા રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાજલ મહેરિયાના લગ્ન થઈ ચૂક્યા છે અને આજે તેઓ આલિશાન અમે વૈભવી જિંદગી જીવી રહ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…