તમે બધા જાણતા હશો કે લગ્ન કરતી વખતે સાત ફેરા લેવામાં આવે છે પંરતુ ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે આ વચન પુરા કરવા માટે સક્ષમ હશે. લોકો લગ્ન શરુ કરતી વખતે સાથે જીવવા અને મરવાની કસમો ખાતા હોય છે પંરતુ સમય સાથે આ કસમો પણ વ્યર્થ થઇ જાય છે. જોકે આજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમને લગ્ન જીવનમાં હજુ અતૂટ વિશ્વાસ થઇ જશે.
હા, ટંકારા તાલુકાના લજાઈ ગામની એક એવી ઘટના સામે આવીને જેને જાણીને તમને નવાઈ લાગશે. અહીં રહેતા બે કપલની લગ્ન તારીખ પણ એક જ હતી અને મૃત્યુ પણ એક જ દિવસે થયું છે. જેના લીધે લોકો તેમને સાચા અર્થે લગ્ન જીવનમાં સાથ આપ્યો તેવું કહી રહ્યા છે.
આ ગામમાં રહેતા વાલમજીભાઈ ગણેશભાઈ વામજા અને તેમના પત્ની દયાબેન વલમજીભાઈનો જન્મ દિવસ પણ એક જ તારીખે હતો અને તેમનો અંતિમ દિવસ પણ એક જ તારીખે પૂર્ણ થઈ ગયો છે. બંનેએ 58 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો હતો. આ બંને કપલની જન્મ તારીખ 16/04/1964 હતી.
વલમજીભાઈએ સવારે 9 વાગે દેહ ત્યાગ કર્યો હતો. જ્યારે તેમની પત્નીએ 4 કલાક બાદ 1 વાગે દેહ ત્યાગ કર્યો હતો. આ બંને લોકોને પરમાત્માએ એકીસાથે તેના દરબારમાં બોલાવી દીધા હતા. આ બંનેને ભગવાને જન્મ પણ સાથે આપ્યો અને મૃત્યુ પણ સાથે જ લઈ લીધું છે.
આવામાં સોશિયલ મીડિયામાં આ બંને કપલની ચર્ચાઓ થઈ રહી છે અને લોકો સાચા દિલથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. વલમજીભાઈ અને દયાબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ.