ભાવનગર શહેરના પછાત વિસ્તાર તરીકે ગણના થતાં ફૂલસર વિસ્તારમાં વર્ષો બાદ લોક માંગ પુરી થઈ જઈ રહી છે. જો કે આ ગામમાં ઘણા સમયથી રોડ બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને લઈને લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો ત્યારે હવે આ વર્ષો જુની માંગો પૂરી થવાને આળે આવતા લોકોમાં ખુશીનો મહાલો જોવા મળી રહ્યો છે.
જો કે આ પહેલા લોકોને અહીં વરસાદ ના સમયે અવારનવાર ગામના લોકોને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ચોમાસામાં વાડી-વિસ્તાર ને પગલે આ રોડપર પ્રચૂર માત્રામાં કાદવ-કિચડના થર જામી જતાં હોય લોકોને પગપાળા પણ પસાર થવું મુશ્કેલ બનતું હતું.
શહેરના ફૂલસર વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા 35 વર્ષથી વારંવાર માંગ કરી રહ્યાં હતાં અને આ રોડ બનાવવાની આતુરતા પૂર્વક રાહ પણ જોઈ રહ્યા હતા, ત્યારે હવે આ ચિત્રા વિસ્તારમાં આવેલા સિદસર રોડ સ્થિત સતનામ ચોકથી કર્મચારીનગર સુધીનાં અંદાજે બે કિલોમીટરના રોડને બનાવવાનું કામ શરૂ થતાં લોકોમાં ભારે હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
આ વાડી-ખેતરો વચ્ચેથી પસાર થતાં આ રોડપર આજદિન સુધી કોઈ જ કાર્ય કરવામાં આવ્યું ન હતું. જો કે હવે આ રસ્તો બનાવવા માટે વારંવાર કરવામાં આવેલ માંગનો તંત્ર એ સ્વીકાર કર્યા બાદ હવે નકકર કામગીરી ની ફલશ્રુતિ એ રોડ નવનિર્માણ ના શ્રીગણેશ કરવામાં આવ્યા છે જેને લઈને આ ગામના આને આજુબાજુના જોડાતા ગામના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
આ વિસ્તારના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલે અંગત રસ લઈને આ લોક માંગને વાચા આપવામાં ધનિષ્ઠ ફાળો આપ્યો છે અને થોડા સમય પૂર્વે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 27 લાખના ખર્ચે આ રોડ બનાવવા માટે મંજૂરીની મ્હોંર મારવામાં આવી છે, ત્યારે હવે આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાના અંતે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા રોડ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…