બોલિવૂડ

આ અભિનેત્રીએ તેના રૂમમાં લગાવ્યા હતા સલમાન ખાનના પોસ્ટર, હવે શા માટે છે ફિલ્મી પડદાથી દૂર…

બોલિવૂડના દબંગ સલમાન ખાનને આજે ઓળખની કંઈ જરૂર નથી. સલમાન તેની રોબિનહુડ શૈલી માટે બોલિવૂડમાં ખૂબ પ્રખ્યાત છે. તેની ફેન ફોલોવિંગ પણ ખૂબ જ જોરદાર છે પરંતુ શું તમે જાણો છો કે સલમાનની એક અભિનેત્રી ચાહક પણ છે, જેણે સલમાન ખાનના પોસ્ટરોથી તેના રૂમને ભરી દીધો હતો. આ અભિનેત્રી સલમાન માટે એકદમ ક્રેઝી હતી.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ અસિન છે. જેણે ફિલ્મ ગજિનીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમિર ખાનની વિરુદ્ધ કારકિર્દીની શરૂઆત કરનાર અસિન સલમાનની બહુ મોટી ફેન છે પંરતુ બહુ ઓછા લોકો જાણે છે કે અસિનનો ઓરડો સલમાનના પોસ્ટરોથી ભરેલો હતો.

જ્યારે અસિનને સલમાન ખાન સાથેની ફિલ્મ ‘લંડન ડ્રીમ્સ’ ની ઓફર કરવામાં આવી હતી, ત્યારે તે આ વાત પર વિશ્વાસ કરી શકી નહોતી. આ ફિલ્મમાં સલમાન-અસિનની સાથે અજય દેવગણ પણ હતા.

લંડન ડ્રીમ્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન અને અસિનની મિત્રતા થઈ ગઈ હતી અને તે સમયે સલમાન પણ અસિનની સંભાળ રાખતો હતો. જો કે આ ફિલ્મ સ્ક્રીન પર હિટ રહી નહોતી.

આ પછી અસિનને સલમાન સાથે રેડી ફિલ્મમાં કામ કરવાની તક પણ મળી. આ ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ સ્ક્રીન પર સુપરહિટ હતી.

આપને જણાવી દઈએ કે અસિનની ગણના ગજિની, રેડ્ડી, હાઉસફુલ 2, બોલ બચ્ચન અને ખિલાડી 786 જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં થાય છે.

જોકે અસિન ઘણા લાંબા સમયથી ફિલ્મ જગતથી દૂર છે. જણાવી દઈએ કે તેણે 2016 માં ઉદ્યોગપતિ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા બાદ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું.

અસિન તેની પરિણીત જીવનનો આનંદ માણી રહી છે અને એક પુત્રીના ઉછેરમાં વ્યસ્ત છે. અસિનની પુત્રી હવે ત્રણ વર્ષની છે. તેનું નામ ‘અરિન રાયન’ છે. અસિને ભલે ફિલ્મ જગતને અલવિદા કહી દીધું હોય, પરંતુ તેની ફેન ફોલોઇંગ આજે પણ ઘણી સારી છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago