2 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પડેલ પટેલ યુવકે પટેલ યુવતીની જાહેરમાં ચાકુ વડે ગળું કાપીને હત્યા કરવાની ઘટના બની, અને તેના અંતિમ સંસ્કારમાં પણ ઘણા લોકો જોડાયા હતા અને આ મામલે પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી જેથી કારણે અન્ય લોકો પણ આવી ઘટનાને અંજામ આપતા સો વાર વિચાર કરે ત્યારે આજે આવો જ વધુ એક બનાવ બન્યો હોવાનો મામલો સામે આવ્યો છે, જે ગ્રીષ્મા નામની યુવતીની હત્યાનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યારે આજે વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે.
આ હત્યાનો બનાવ અમદાવાદ શહેર માંથી સામે આવ્યો છે, આ બનાવ અમદાવાદ શહેરના માધવપુર વિસ્તારમાં બન્યો છે. જે એક તરફી પ્રેમમાં પાગલ એક યુવકે આ મહિલાને જાહેરમાં છરીના ઘા ઝીકી અને તેની હત્યા કરીને યુવક ફરાર થઈ ગયો હતો. આ મૃત્યુ ત્યુ પામનાર મહિલાનું નામ આશાબેન બોડાણા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે જયારે આ આરોપી યુવક નવીન રાઠોડ હોવાનું સામે આવ્યું છે અને આ બને મહિલા અને યુવક એક જ વિસ્તારમાં રહે છે. જેના કારણે તેઓ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે આ દરમિયાન આ યુવક આશાબેન સાથે એક તરફી પ્રેમ પડી ગયો હતો.
જો કે આ યુવકે તેને આ વાત કહી ત્યારે તેને તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જેના કારણે આ આરોપી યુવકે હત્યાનો પ્લાન બનાવી દીધો હતો. અને જયારે આ મહિલા માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા માટે ઉભી રહી હતી ત્યારે તેને પાછળથી આવીને એકસાથે છરીના ઘણા ઘા ઝીકી જાહેરમાં તેની હત્યા કરી દીધી હતી. અને આ હત્યા દરમિયાન આજુબાજુના લોકો માત્ર તમાશો જોતા રહી ગયા હતા. જો કે આ મહિલાની હત્યા કરવામાં આવી ત્યાંથી 100 મીટર જ દૂર પોલીસ સ્ટેશન આવેલ હતું. ત્યારે આ રીતે સુરત બાદ અમદાવાદમાં પણ જાહેરમાં મહિલાની હત્યા થતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
જો કે આ આરોપીએ મહિલાની હત્યા કર્યા બાદ તે ઘરે ભાગીને ઘરમાં ગળે ફાંસો ખાવા જઈ રહ્યો હતો ત્યારે તેના પરિવારના લોકોએ તેને બચાવી લીધો હતો અને ત્યારબાદ તે ઘરેથી ભાગી ગયો હતો ત્યારે હાલમાં પોલીસે આ યુવકની ધરપકડ કરી લીધી છે. અને વધુ તપાસ હાથ ધરી રહી છે.