સમાચાર

અમેરિકાની મોટી જાહેરાત, રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનને આપશે ઘણા ઘાતક હથિયારો

અમેરિકાની મોટી જાહેરાત, રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનને આપશે ઘણા ઘાતક હથિયારો

અમેરિકાએ ફરી એકવાર રશિયા સામે લડી રહેલા યુક્રેનને મદદ કરવાની વાત કરી છે. યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે યુક્રેન માટે વધારાની 800 મિલિયન ડૉલર સુરક્ષા સહાયની જાહેરાત કરી. સુરક્ષા પેકેજમાં યુક્રેને એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ સહિત ઘાતક હથિયારો આપવાનું વચન આપ્યું છે.

વ્હાઇટ હાઉસ ખાતે મીડિયાને સંબોધતા યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું કે યુક્રેન માટે નવા સહાય પેકેજમાં 800 એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ, 9000 એન્ટી આર્મર સિસ્ટમ્સ, 7000 નાના હથિયારો જેમ કે શોટગન અને ગ્રેનેડ લોન્ચર તેમજ ડ્રોન પણ આપવામાં આવશે. અમેરિકાની આ જાહેરાત બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જલ્દી ખતમ થવાનું નથી.

યુરોપ જશે અમેરિકાના રાષ્ટ્રપતિ

યુક્રેન પર રશિયન આક્રમણ યુરોપિયન નેતાઓ સાથે વાતચીત કરવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન આવતા અઠવાડિયે યુરોપનો પ્રવાસે જશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ ગઈકાલે આ માહિતી આપી હતી. બિડેન 24 માર્ચે બ્રસેલ્સમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) અને યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત કરશે. ગયા અઠવાડિયે પોલેન્ડ અને રોમાનિયાના પૂર્વ ભાગમાં નાટો દેશોની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની મુલાકાત બાદ બિડેન આ પ્રવાસ કરશે.

સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતે યુદ્ધ રોકવાનો આપ્યો આદેશ

સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતે બુધવારે રશિયાને યુક્રેનમાં યુદ્ધ રોકવાનો આદેશ આપ્યો હતો. જોકે ઘણાને શંકા છે કે રશિયા તેનું પાલન કરશે. બે અઠવાડિયા પહેલા, યુક્રેને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના હસ્તક્ષેપની વિનંતી કરી, એવી દલીલ કરી કે રશિયાએ નરસંહારનો ખોટો આરોપ લગાવીને 1948 નરસંહાર સંધિનું ઉલ્લંઘન કર્યું હતું અને નરસંહારની આડમાં તેના પર હુમલો કરી દીધો.

યુક્રેન સોદાની આશા

કિવ અને મેરિયુપોલ પર રશિયાના વધતા બોમ્બ ધડાકાઓ છતાં પણ યુક્રેને કહ્યું કે તેને રશિયા સાથે વાટાઘાટોમાં સમજૂતી માટે આશા નજર આવે છે. આ દરમિયાન, રશિયન દળો દ્વારા ઘેરાયેલા યુક્રેનના મેરીયુપોલથી એક માનવતાવાદી કોરિડોર દ્વારા લગભગ 20,000 લોકોએ બંદર શહેર છોડી દીધું. અત્યાર સુધી આટલી મોટી સંખ્યામાં લોકોએ ત્યાંથી સ્થળાંતર કર્યું ન હતું. આ દરમિયાન, દેશ છોડીને જતા લોકોની સંખ્યા 30 લાખને પાર થઇ ગઈ છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago