સુરત શહેરની એક બિલ્ડીંગમાં લાગી ભયંકર આગ, 20 બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો
સુરત શહેરમાંથી તક્ષશિલાની યાદોને તાજી કરનારી ઘટના સામે આવી છે. સુરતમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. જયારે આ આગમાં કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી પરંતુ આ ભૂલથી બાળકોના જીવ જોખમ મુકાઈ ગયા હતા. જ્યારે આ આગના કારણે અનેક બાળકોના જીવ જઈ શકતા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં આગની દુર્ઘટના ઘટી હતી.. આ આગ લાગી તે દરમિયાન આ બિલ્ડીંગમાં 20 થી વધુ બાળકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આ બાળકોને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી લેવાયા હતા. જેના લીધે કોઈ જાનહાની થઈ નહોતી.
તેની સાથે આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમના દ્વારા તમામ લોકોની સાથે બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટના સુરતના ડભોલીમાં એમ સ્કેવર બિલ્ડિંગમાં ઘટી હતી. જેમાં બિલ્ડિંગના બીજા માળે આગ લાગતા તેમાં 20 બાળકો ફસાયા હતા. તેમ છતાં તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢી લેવાની કામગીરી કરવામાં આવી હતી અને તેમાં સફળતા પણ મળી હતી.
જયારે સુરતમાં ડિવાઈન સેન્ટર નામના કોમ્પલેક્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં ભયંકર આગ લાગી હતી. જેના લીધે ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો. આ કારણોસર બાળકો દ્વારા બુમાબુમ પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ફાયર બિગ્રેડની ટીમ દ્વારા ચતુરતા વાપરીને બાળકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.