
અમદાવાદના જુહાપુરામાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ મૃતક વ્યક્તિની ઓળખ ઈર્શાદ અંસારી તરીકે થઈ હોવાનું જણવવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે સરખેજ પોલીસે ઈર્શાદની પત્ની શાહબાઝ બાનો સામે ગુનો નોંધ્યો છે. આ સિવાય વધુ ચાર લોકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. પીડિતાના ભાઈ આરિફ અંસારીએ શાહબાઝ બાનો, શમીમ બાનો અંસારી, કલીમ અંસારી, લતીફ ભટિયારા અને ઈમરાન અંસારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આરિફ કહે છે કે રવિવારે તે તેના સલૂનમાં હતો જ્યાં તેને ફોન આવ્યો કે ઇર્શાદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે અને તેને એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે 3 જૂનના રોજ પરિવાર એક સંબંધીને મળવા વટવા ગયો હતો. તે સમયે શમીમ, કલીમ અને ઈમરાન ત્યાં હાજર હતા. મૃતકના ભાઈએ કહ્યું કે ઈર્શાદે તેને કહ્યું હતું કે શાહબાઝ બાનો અન્ય વ્યક્તિ સાથે વીડિયો કોલ પર વાત કરી રહી છે.
આ સાંભળીને શમીમ અને અન્ય લોકો ગુસ્સે થઈ ગયા અને ઈર્શાદને ગાળો આપવા લાગ્યા. બાદમાં ઇર્શાદના પુત્રએ કહ્યું કે પાપા ઘરે ગયા છે અને તે રડવા લાગ્યો હતો. ઈર્શાદે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધો હતો અને બાદમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઇર્શાદનુંમોડી રાત્રે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ આરીફે આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.