Google Play Store પરથી ગુમ થયું Hangouts , પરંતુ આ લોકો તેનો ઉપયોગ કરી શકશે

Google એ Gmail સાથે આવનારી ચેટિંગ એપ Hangouts ને પ્લે સ્ટોરથી દૂર કરી દીધી છે. Google Hangouts ને વર્ષ 2013 માં Google+ ના ખાસ ફીચર તરીકે લોન્ચ કરવામાં આવી હતી. Hangouts ને ગૂગલ ચેટ સાથે રિપ્લેસ કરવામાં આવી રહી છે. ગૂગલ પ્લે સ્ટોર સિવાય Hangouts ને એપલના એપ સ્ટોરથી પણ દૂર કરી દેવામાં આવી છે, તેમ છતાં જે એન્ડ્રોઈડ યુઝર્સના ફોનમાં આ એપ પહેલાથી જ છે તે તેનો ઉપયોગ કરી શકે છે.
9to5Google દ્વારા અપાઈ જાહેરાત
પ્લે સ્ટોરથી Hangouts ના દૂર કરવાની જાણકારી સૌપ્રથમ 9to5Google દ્વારા કરવામાં આવી હતી. નવેમ્બર 2018 માં, ગૂગલે જણાવ્યું હતું કે, તે Hangouts ને Google Chat ની સાથે રિપ્લેસ કરશે. 2020 માં Hangouts ને Google Meet સાથે મર્જ કરવામાં આવી હતી. જો તમારા iPhone માં એપ ઇન્સ્ટોલ છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. Google Play Store પર Hangouts એપ તો જોવા મળી રહી છે પરંતુ ઇન્સ્ટોલનો વિકલ્પ બંધ છે.
નવેમ્બર 2022 માં ગૂગલે હેંગઆઉટમાંથી ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર હટાવી દીધું હતું. ત્યાર બાદ Google પોતાના Hangouts યુઝર્સને પોતાના બીજી વિડીયો કોલિંગ એપ Google Meet પર રીડાયરેક્ટ કરી રહ્યું છે. જેના ફોનમાં એપ ઈન્સ્ટોલ છે તેઓ તેનો ઉપયોગ કરી શકશે, પરંતુ હવે તેમને કોઈ નવું અપડેટ કે નવું ફીચર મળશે નહીં.
એપને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તમારા માટે એક મહત્વની વાત એ છે કે, જો તમારી પાસે તમારા હેંગઆઉટ એકાઉન્ટમાં કોઈ મહત્વપૂર્ણ ચેટ્સ પડેલી હોય, તો તમારે તરત જ તેનું બેકઅપ લેવું જરૂરી છે. તેના માટે તમે સેટિંગ્સમાં જઈને ચેટ બેકઅપનો વિકલ્પ પસંદ કરી શકો છો.