Gujarat Earthquake: દ્વારકા નજીક 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દ્વારકા, ગુજરાત, ભારતના 556 કિમી પશ્ચિમમાં (પશ્ચિમ) હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર 12.37 વાગ્યે સપાટીથી 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. જયારે, એક દિવસ પહેલા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાહતની વાત એ છે કે ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
કાંગડાના મંડોલમાં ગુરુવારે બપોરે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું.
1 મહિના પહેલા કચ્છમાં આવ્યો હતો ભૂકંપ
ગુજરાતના કચ્છ જિલ્લામાં એક મહિના પહેલા 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહતી. જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) અનુસાર, ભચાઉ નજીક બપોરે 12:05 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 12 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 12 કિમીની ઊંડાઈએ હતું.
કોઈ પણ પ્રકારનું નુકસાન નહિ
જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. કચ્છ ‘વેરી હાઈ રિસ્ક’ સિસ્મિક ઝોનમાં આવેલું છે અને ત્યાં નીચી તીવ્રતાના ધરતીકંપના આંચકા નિયમિતપણે અનુભવાય છે.
2011માં પણ ભૂકંપ આવ્યો હતો
આ જિલ્લામાં જાન્યુઆરી 2001માં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જીવન અને મિલકતને ઘણું નુકસાન થયું હતું. આ ભૂકંપના કારણે ઘણા લોકો બેઘર બન્યા હતા. આ કુદરતી આફતમાં લગભગ 20 હજાર લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો ઘાયલ થયા. અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પરંતુ ભુજમાં તેની ભારે અસર થઈ હતી અને લાખો લોકો બેઘર થઈ ગયા હતા. લગભગ 8,000 ગામડાઓમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ઘણા લોકોના મકાનો ધરાશાયી થઈ ગયા અને લોકો કાટમાળમાં દટાઈ ગયા હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…