રાજકોટ

4 વર્ષની દીકરી કહે છે પપ્પા તમે હવે નહીં બોલો તો હું ક્યારેય નહીં બોલાવું

રાજકોટના એક પરિવારની આંખોમાં છેલ્લા 4 મહિનાથી આંસુ છે અને રાંધેલા ધાન રોજ રઝળી રહ્યાં છે. છેલ્લા 100 દિવસથી પરિવારમાં કોઈ ઊંઘી નથી શક્તું. આ વેદનાનું કારણ છે. 4 મહિનાથી કોમામાં સરી પડેલા યુવાન પ્રોફેસર કોરોના કોમામાં જતા રહ્યા બાદ હજુ બહાર નથી આવ્યા. સુખ-શાંતિથી જીવતો પરિવાર આર્થિક રીતે પણ ભાંગી પડ્યો છે.

માસૂમ દીકરી રોજ કહે છે, પપ્પા હવે તો તમે બોલો આવી રમત ન કરો આ સ્થિતિ જોઈ આખો પરિવાર આંસુ નથી રોકી શક્તો. 2 મહિના હોસ્પિટલમાં પોતાની તમામ મૂડી ખર્ચી સગાં-સંબંધીઓની પણ મદદ લીધી. સારવાર માટે ઉધાર નાણાં લીધાં છતાં કોઈ સુધારો ન જણાતાં 2 મહિનાથી ઘરે સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટ ઉપરાંત બેંગલુરુ, ચેન્નઈ તેમજ યુએસ સુધીના ડોક્ટરની સલાહ લેવાઈ છે. એમ છતાં આજે 4 મહિના બાદ પણ એની એ જ સ્થિતિ છે. બીજી તરફ સ્થિતિ એવી થઈ છે કે બીજાને મદદ કરતો આ પરિવાર આજે આર્થિક સંકટમાં બીજા પાસે હાથ લંબાવતાં પણ અચકાઇ રહ્યો છે.

પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે. એમાં હવે રાકેશ જ્યાં પ્રોફેસર તરીકે સેવા આપે છે એ સરકારી એવીપીટી કોલેજમાંથી અત્યારસુધી અડધો પગાર આવતો હતો પરંતુ આ મહિનાથી પગાર બંધ થઈ રહ્યો છે. ત્યારે જો કોઈ આર્થિક મદદ કરે અથવા ડોક્ટર આ સ્થિતિમાંથી બહાર લાવે તો પરિવારનો માળો વિખાતો બચી જાય તેમ છે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયાને એપ્રિલ માસમાં કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બીજા જ દિવસે વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી હતી. બાદમાં પ્રોફેસર કોમામાં ચાલ્યા ગયા હતા. પત્ની નમ્રતા પ્રેગ્નેટ હોવાથી પતિ કોમામાં હોવાની જાણ નહોતી કરાઈ.

જોકે લગ્નની વર્ષગાંઠ આવતાં પત્ની પતિ પાસે ગઈ. અહીં પતિને કોમામાં જોતાં હૈયાફાટ રુદનનાં દ્દશ્યો સર્જાયાં હતાં. આ દરમિયાન તેમણે પુત્રને જન્મ આપ્યો, પરંતુ જન્મદાતા પિતાને નથી ખબર કે તેના ઘરે પુત્ર રમી રહ્યો છે.

કોમામાં રહેલા પુત્રને માતા રોજ ઉઠાડે છે. પરંતુ 4 મહિના થવા છતાં પુત્ર ઊઠતો નથી. માતા રોજ જમવા સમયે પુત્રને કહે છે. બેટા જમવા બેસી જા! 4 વર્ષની દીકરી પિતાથી દૂર નથી જતી અને કહે છે. પપ્પા હવે નહીં બોલો તો હું ક્યારેય નહીં બોલાવું. 3 મહિનાનો પુત્ર તેમના પેટ પર રમ્યા કરે છે. આ દૃશ્યો જોઈ પરિવાર આખો રોજ રડી પડે છે. છેલ્લા ચાર મહિનાથી વઘાસિયા પરિવારના અન્ય સભ્યો માટે કુદરત જ હવે એક સહારો રહ્યો છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago