આજના સમયમાં આધાર કાર્ડ અને મતદાર આઈડીએ એક ખાસ જરૂરી દસ્તાવેજો માનવામાં આવે છે અને તેના વગર આપણું કોઈ પણ કામ થઇ શકતું નથી. ત્યારે આવા જરૂરી ડૉક્યુમેન્ટ કાઢવવા માટે વારંવાર ધક્કા ખાવાને કારણે લોકો એજન્ટોનો સંપર્ક કરીને આ ડૉક્યુમેન્ટ બનાવે છે, જેના કારણે આવવા એજન્ટો દ્વારા છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવે છે ત્યારે આજે પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે.
સુરતમાં ટુ-વ્હીલર ખરીદવા માટે લોકોને લોન આપી છેતરપિંડી કરવા બદલ પોલીસે 3 લોકોની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓ કથિત રીતે નકલી નોંધણી પ્રમાણપત્ર (RC), આધાર કાર્ડ (Aadhaar Card) અને મતદાર આઈડી (voter ID) બનાવી આપતા હતા. અને આ નકલી દસ્તાવેજોના આધારે લોકો લોન મેળવતા હતા. આ અંગે પોલીસે ગઈકાલે જાણકારી આપી હતી.
એજન્સી અનુસાર, ડિંડોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓમાંથી એક, વિશ્વનાથ સાવ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)ના એજન્ટોને દંડની ચુકવણી માટે ડુપ્લિકેટ રસીદો પહોંચાડતો હતો. પોલીસે સાવના ઘરેથી નકલી દસ્તાવેજો બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી હતી. આ સંબંધમાં બે આરટીઓ એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.
નકલી આધાર અને મતદાર આઈડી માટે લેતા હતા 1 હજારથી 1500 રૂપિયા
પોલીસે જણાવ્યું કે સાવએ નકલી આરસી બુક માટે લોકો પાસેથી 2,000 રૂપિયા અને નકલી આધાર કાર્ડ અને મતદાર ID માટે 1,000 રૂપિયાથી 1,500 રૂપિયા વસૂલ્યા હતા. અધિકારીએ કહ્યું કે આરોપી આરટીઓ એજન્ટોના સંપર્કમાં હતો, જેમના દ્વારા તે આરસીની નકલ સાથે પોલીસ દ્વારા જારી કરાયેલા ટ્રાફિક ઉલ્લંઘનના મેમો મેળવતો હતો. ડુપ્લિકેટ રસીદો પણ તે મેળવી લેતો હતો. તેમણે કહ્યું કે ત્રણેય સામે બનાવટી અને આઈપીસી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની અન્ય જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જો તમે પણ આવા એજન્ટો દ્વારા તમારા જરૂરી દસ્તાવેજો બનાવો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ.